જેસંગપુરા ગામ પાસે ખાનગી કંપનીની સ્ટાફ બસ ટ્રક સાથે અથડાઈ
જેસંગપુરા ગામ પાસે ખાનગી કંપનીની સ્ટાફ બસ ટ્રક સાથે અથડાઈ
Published on: 15th July, 2026

માંડલ તાલુકાના વિઠલાપુર નજીક હાઈવે પર જેસંગપુરા ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. હોન્ડા કંપનીની સ્ટાફ બસ રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ, જેના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો અને બસ ચાલકને ગંભીર ઈજાઓ થઈ. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની. સ્થાનિકોએ બચાવ કાર્ય શરૂ કર્યું અને ચાલકને હોસ્પિટલ ખસેડાયા. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો, જેને બાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા નિયંત્રિત કરાયો.