અરવલ્લી પોલીસે કાલબેલિયા ગેંગના સાગરિત સહિત બે ઝડપી
અરવલ્લી પોલીસે કાલબેલિયા ગેંગના સાગરિત સહિત બે ઝડપી
Published on: 15th July, 2026

અરવલ્લી જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા LCB દ્વારા કરાયેલ કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. પોલીસે કાલબેલિયા ગેંગના એક સાગરિત અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યો છે. તેમની પાસેથી કુલ 9 બાઇક રિકવર કરવામાં આવ્યા છે, જેની અંદાજે કિંમત 3.55 લાખ રૂપિયા છે. આ ગુનાઓમાં મોડાસા, ભિલોડા, સાબરકાંઠાના ગાંભોઈ, મેઘરજ, અમદાવાદના નાના ચિલોડા અને હિંમતનગર જેવા વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે.