હિંમતનગરમાં બે રથયાત્રાના આયોજનથી શહેરીજનોમાં વિવાદ અને અવઢવ
હિંમતનગરમાં બે રથયાત્રાના આયોજનથી શહેરીજનોમાં વિવાદ અને અવઢવ
Published on: 15th July, 2026

સાબરકાંઠાના હિંમતનગરમાં આ વર્ષે બે અલગ-અલગ રથયાત્રા નીકળવાની છે, જેના કારણે શહેરીજનોમાં ભારે અવઢવની સ્થિતિ સર્જાઈ છે. પરંપરાગત રીતે અષાઢી બીજ તા. 16મી જુલાઈએ એક રથયાત્રા નીકળશે. જ્યારે, ઇસ્કોન સંસ્થા દ્વારા નિયત દિવસના બદલે બે દિવસ બાદ તા. 18મી જુલાઈએ બીજી રથયાત્રા જાહેર કરાઈ છે. આ કારણે, અનેક હિંદુ સંગઠનો અને શહેરીજનો ઇસ્કોન સંસ્થા પર સંસ્કૃતિ અને પરંપરા સાથે ચેડાં કરવાનો આક્ષેપ કરી રહ્યા છે.