લુણાવાડાની પ્રવીણ વિદ્યાલયમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી
લુણાવાડાની પ્રવીણ વિદ્યાલયમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી
Published on: 15th July, 2026

મહિસાગર જિલ્લાના ચુથાના મુવાડા સ્થિત પ્રવીણ વિદ્યાલયમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી સંપન્ન થઈ. આચાર્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ચૂંટણીમાં જનરલ સેક્રેટરી (G.S.) પદ માટે બે ઉમેદવારોને સમાન મત મળતાં ટાઈ પડી, જે બાદ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો. કાર્તિક સાલમભાઈ રાઠોડ જનરલ સેક્રેટરી અને મિનાક્ષી પ્રભાતભાઈ ખાંટ લેડીઝ રિપ્રેઝન્ટેટિવ (L.R.) તરીકે વિજેતા બન્યાં. આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેમને અભિનંદન પાઠવ્યા.