HNGU : 5 કાયમી અધ્યાપકોની જગ્યા મંજૂર ; દિવાળી પછી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન શરૂ થશે.
HNGU : 5 કાયમી અધ્યાપકોની જગ્યા મંજૂર ; દિવાળી પછી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન શરૂ થશે.
Published on: 03rd October, 2025

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના ત્રણ વિભાગોમાં પાંચ કાયમી અધ્યાપકોની જગ્યાઓ ભરવા માટે મંજૂરી મળી છે. શિક્ષણ વિભાગ દ્વારા MBA, કેમેસ્ટ્રી અને અંગ્રેજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક થશે. દિવાળી પછી ગુજરાતી ભાષા ભવન શરૂ થશે. ગાય આધારિત ઉદ્યોગો માટે યુનિવર્સિટી, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ગૌવિશ્વ વિદ્યાલય વચ્ચે MOU થશે.