સુરત લાજપોર જેલમાં કેદીઓ પાસેથી ગેરકાયદેસર રૂપિયા વસૂલાતના આક્ષેપ
સુરત લાજપોર જેલમાં કેદીઓ પાસેથી ગેરકાયદેસર રૂપિયા વસૂલાતના આક્ષેપ
Published on: 04th June, 2026

સુરતની લાજપોર જેલમાં કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં પૂરી, માનસિક ત્રાસ આપી ગેરકાયદેસર રીતે મોટી રકમ વસૂલવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ અંગે આરોપી લલિત ડોંડા દ્વારા કોર્ટમાં અરજી કરાતાં સુરત કોર્ટે જેલ સત્તાધીશોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ, નવા કેદીઓને ડરાવી, સામાન્ય બેરેકમાં લાવવા કે સવલતો આપવાના બદલે પરિવારજનો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવે છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી, કોર્ટે માનવાધિકારના ઉલ્લંઘન ગણાવી સત્વરે તપાસના આદેશ આપ્યા છે.