સુરતના કુખ્યાત સલમાન લસ્સી પર ક્રાઈમ બ્રાંચનું ફાયરિંગ: પગમાં ગોળી વાગી, નવસારીના ડાભેલમાં પોલીસનું ઓપરેશન.
સુરતના કુખ્યાત સલમાન લસ્સી પર ક્રાઈમ બ્રાંચનું ફાયરિંગ: પગમાં ગોળી વાગી, નવસારીના ડાભેલમાં પોલીસનું ઓપરેશન.
Published on: 06th November, 2025

સુરતના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાનમાં આતંક મચાવનાર, ખૂન સહિત 15 ગુનામાં વોન્ટેડ સલમાન લસ્સીને ક્રાઈમ બ્રાન્ચે નવસારીના ડાભેલથી ઝડપ્યો. ધરપકડ ટાળવા તેણે PI પર ચાકુથી હુમલો કરતા સ્વબચાવમાં PI એ ફાયરિંગ કર્યું, જેમાં લસ્સીના પગમાં ગોળી વાગી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે. સવારે 3 વાગ્યે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન ‘લસ્સી’.