નોર્થ બોપલમાં 3 સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી
નોર્થ બોપલમાં 3 સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી
Published on: 07th September, 2026

અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારમાં 6 સપ્ટેમ્બરની મોડી રાત્રે 'ચડ્ડી બનીયાનધારી ગેંગ' દ્વારા 3 સોસાયટીઓને નિશાન બનાવી ચોરી કરવામાં આવી છે. આ ગેંગે ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના 8 બ્લોકના બંધ મકાનોમાં પ્રવેશ કરી ₹15 હજાર રોકડ સહિત કિંમતી સામાનની ચોરી કરી હતી. આ ઉપરાંત, નીલકંઠ બંગ્લોઝ અને સન ઓપ્ટીમા સોસાયટીમાં પણ ચોરી કરવામાં આવી. સીસીટીવી ફૂટેજમાં 3 શખ્સો દેખાયા છે. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.