અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં સાળા-બનેવીનું મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં સાળા-બનેવીનું મોત
Published on: 07th September, 2026

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસનું ટાયર ફાટતાં રોંગ સાઈડમાં ઘૂસી જવાથી એક ટ્રેલર અને બસ વચ્ચે કાર પીસાઈ હતી. જંબુસરથી દ્વારકા દર્શને જઈ રહેલા પરિવારની કાર આ ઘટનાનો ભોગ બની હતી. આ ભીષણ ટક્કરમાં કારમાં પાછળ બેઠેલા સાળા અને બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં આગળ બેઠેલા અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે.