જામનગરમાં ખોટો વીડિયો વાયરલ કરનાર શખસે પોલીસ સમક્ષ માંગી માફી
જામનગરમાં ખોટો વીડિયો વાયરલ કરનાર શખસે પોલીસ સમક્ષ માંગી માફી
Published on: 07th September, 2026

જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં દારૂ મળતો હોવાનો ખોટો વીડિયો વાયરલ કરનાર સદ્દામહુસૈન આદમભાઈ સુંભરાણીયા નામના શખ્સે પોલીસ સમક્ષ કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે વધુ પડતો દારૂ પીધેલી હાલતમાં આ પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા, જેમાં પોલીસ તંત્ર પર પણ નિરાધાર આરોપો લગાવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ, તેના નવા વીડિયોમાં તેણે સ્પષ્ટ કર્યું કે શંકર ટેકરી વિસ્તારમાં દારૂ મળતો નથી અને તેણે પોલીસકર્મીઓ તેમજ તંત્રની છબી ખરડવા બદલ દિલથી માફી માંગી છે.