જામનગર બેંક લોકરમાંથી સોનાના દાગીનાની ચોરી
જામનગર બેંક લોકરમાંથી સોનાના દાગીનાની ચોરી
Published on: 07th September, 2026

જામનગર શહેરની ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકના લોકરમાંથી અસલી સોનાના દાગીના ચોરી તેની જગ્યાએ નકલી મૂકવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બેંકના પટાવાળા હસમુખ દિનેશભાઈ પારીયા અને તેના સાગરીત વિજય આલાભાઈ વઘોરાને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી ₹43.16 લાખનો મુદ્દામાલ, જેમાં 347.09 ગ્રામ સોનાના દાગીના, રોકડ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, તે રિકવર કર્યો છે. વિજય વઘોરા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. અન્ય એક આરોપી રમેશ ભીમજીભાઈ પારીયાની શોધખોળ ચાલુ છે.