ધોળકામાં SOG ટીમે ગેરકાયદે હથિયાર સાથે 1ને ઝડપ્યો.
ધોળકામાં SOG ટીમે ગેરકાયદે હથિયાર સાથે 1ને ઝડપ્યો.
Published on: 20th March, 2026

ધોળકાના ખરાટી સીમમાં SOGએ ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડ્યો. જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું દૂષણ દૂર કરવા પોલીસનું વિશેષ અભિયાન ચાલુ છે. બાતમી મળતા, ટીમે ખરાટી ગામના તળાવડી પાસેથી બદરૂ અલ્લારખને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો. કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.