સુરેન્દ્રનગરના સાયલામાં નિર્દોષને ફસાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
સુરેન્દ્રનગરના સાયલામાં નિર્દોષને ફસાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
Published on: 07th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એનડીપીએસ (NDPS) ગુનામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંગત રાગદ્વેષના કારણે નિર્દોષ વ્યક્તિને ફસાવવા માટે તેની વાડીમાં ગાંજાનો જથ્થો પ્લાન્ટ કરાયો હતો. પોલીસે આ કેસમાં 'સી-સમરી' (C-Summary) ભરી નિર્દોષ વ્યક્તિને જેલમુક્ત કર્યો છે. સાથે જ, ષડયંત્ર રચનાર બે ઈસમો, અરજણ ભુવા અને દેવજી મીર,ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત બની છે.