તાપી રિવરફ્રન્ટના 'નકલી ટેન્ડર'થી રૂ. 1.90 કરોડની છેતરપિંડી: ગાંધીનગરના દંપતીએ રાણકી વાવથી શિવરાજપુરના નામે કરોડો ખંખેર્યા.
તાપી રિવરફ્રન્ટના 'નકલી ટેન્ડર'થી રૂ. 1.90 કરોડની છેતરપિંડી: ગાંધીનગરના દંપતીએ રાણકી વાવથી શિવરાજપુરના નામે કરોડો ખંખેર્યા.
Published on: 05th November, 2025

ગાંધીનગરના દંપતીએ SMCના 'નકલી ટેન્ડર' બનાવીને વેપારીઓ પાસેથી આશરે 1.90 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરી છે. અગાઉ પણ આ દંપતીએ ગુજરાત ટુરિઝમ અને SMCના નામે 20.70 કરોડની ઠગાઈ કરી હતી, અને અત્યાર સુધીમાં કુલ 22.60 કરોડ ચાઉં કરી ગયા છે. આ દંપતીએ તાપી રિવરફ્રન્ટ સજાવટના નામે 22.58 કરોડનું ટેન્ડર પાસ થયાનું જણાવી છેતરપિંડી આચરી હતી.