અમદાવાદના  વિંઝોલમાં સોની પરિવાર દર્શનાર્થે ગયો, બંધ ફ્લેટમાંથી 7.63 લાખની ચોરી
અમદાવાદના વિંઝોલમાં સોની પરિવાર દર્શનાર્થે ગયો, બંધ ફ્લેટમાંથી 7.63 લાખની ચોરી
Published on: 14th September, 2026

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વિંઝોલ સ્થિત શ્રીફળ એન્કલેવમાં સોની પરિવાર તેમના ઘરે બંધ કરીને દર્શનાર્થે ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ ત્રાટકીને 7.63 લાખ રૂપિયાની ચોરી કરી લીધી. 11મી સપ્ટેમ્બરની રાત્રિથી 13મી સપ્ટેમ્બરની વહેલી સવાર સુધી પરિવાર બહાર હતો. મુખ્ય દરવાજા અને તિજોરીના લોક તોડી ચોરી કરવામાં આવી. વટવા જીઆઇડીસી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાડોશીએ ચોરીની જાણ કરી હતી.