Vadodara: આજવા રોડ પર પૂરપાટ ઝડપે જતી કાર પલટી, ચાલક વાહન છોડીને થયો ફરાર
Vadodara: આજવા રોડ પર પૂરપાટ ઝડપે જતી કાર પલટી, ચાલક વાહન છોડીને થયો ફરાર
Published on: 16th March, 2026

pશહેરના આજવા રોડ વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી એક કારે અચાનક કાબૂ ગુમાવતા કાર રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારે માર્ગ પરથી પસાર થતા અન્ય બેથી ત્રણ વાહનોને પણ પોતાની અડફેટે લીધા હતા./ppbવડોદરાના આજવા રોડ પર અકસ્માત/b/ppસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર ચાલક ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, જે એક રાહતની વાત છે./ppbઅકસ્માત બાદ કાર છોડી ચાલક ફરાર/b/ppઅકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોલીસની બીકે કે અન્ય કોઈ કારણસર પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો છે. અકસ્માતને કારણે અન્ય વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તપાસ માટે દોડી આવી હતી અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે./ppba href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/tapi-news-car-driver-hits-3-youths-in-uchhal-tapi-two-seriously-injured-one-dies-during-treatment" target="_blank"આ પણ વાંચો: તાપીના ઉચ્છલમાં કારના ચાલકે 3 યુવકને ઉડાવ્યા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો એકનું સારવાર દરમિયાન મોત/a/b/p