મોરબીમાં જુગાર રમતી 8 મહિલાઓની ધરપકડ.
મોરબીમાં જુગાર રમતી 8 મહિલાઓની ધરપકડ.
Published on: 01st August, 2025

મોરબીના રવાપર રોડ પર બોનીપાર્કમાં મારુતિ એપાર્ટમેન્ટની છત પર જુગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન સંગીતાબેન, ભારતીબેન, સોનલબેન સહિત આઠ મહિલાઓ તીનપતિ રમતા રોકડા રૂપિયા 34,300 સાથે ઝડપાઈ. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.