UAEએ તેમના ગોલ્ડન વિઝા પોલીસીમાં કર્યો ફેરફાર, જાણો
UAEએ તેમના ગોલ્ડન વિઝા પોલીસીમાં કર્યો ફેરફાર, જાણો
Published on: 08th July, 2025

UAEએ તેની ગોલ્ડન વિઝા યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. પહેલા રોકાણ આધારિત વિઝાને બદલે હવે નોમિનેશન આધારિત મોડેલ અપનાવવામાં આવ્યું છે. ભારત અને બાંગ્લાદેશના નાગરિકો હવે માત્ર AED 1 લાખ (લગભગ ₹23.3 લાખ) ચૂકવીને આજીવન ગોલ્ડન વિઝા મેળવી શકશે. આ યોજનામાં અગાઉ AED 20 મિલિયનના પ્રોપર્ટી રોકાણની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. અરજદારને UAE ગયા વિના ભારતમાં પૂર્વ-મંજૂરી મળી શકે છે, જેમાં ક્રિમિનલ ચેક અને સોશિયલ મીડિયા પ્રોફાઇલનું વિશ્લેષણ થશે. આ વિઝા ધારકને ટેક્સ મુક્ત આવક અને વૈશ્વિક નેટવર્કિંગ જેવી સુવિધાઓ મળશે. 'Rayed Group' નામની કંપની આ યોજના ભારતમાં લાગુ કરશે.