CA પરીક્ષામાં ગોધરાના પ્રથમ અજમેરાને 12મો રેન્ક
CA પરીક્ષામાં ગોધરાના પ્રથમ અજમેરાને 12મો રેન્ક
Published on: 05th November, 2025

ગોધરાના વિદ્યાર્થી પ્રથમ અજમેરાએ CAની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં દેશમાં 12મો રેન્ક મેળવી ગોધરાને ગૌરવ અપાવ્યું છે. લાખો વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપે છે, જેમાં ટોપ 50માં રેન્ક મેળવવો મુશ્કેલ છે. સામાન્ય પરિવારમાંથી આવતા પ્રથમની સફળતા તેમની મહેનતનું પરિણામ છે. તેમના પિતા ગોધરાની બેન્કમાં કલેક્શનનું કામ કરે છે. આ સિદ્ધિ ગોધરા માટે પ્રેરણારૂપ છે.