ગાંધીનગરમાં 4 ઓગસ્ટે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળો યોજાશે; ઈચ્છુક ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે, સ્વરોજગાર શિબિર પણ.
Published on: 03rd August, 2025
ગાંધીનગરમાં આગામી 4 ઓગસ્ટના રોજ "મહિલા સ્વાવલંબન દિવસ" નિમિત્તે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાશે. આ કાર્યક્રમ સેક્ટર-15ની સરકારી વાણિજ્ય કોલેજ ખાતે સવારે 10 કલાકે શરૂ થશે. "નારી વંદન ઉત્સવ સપ્તાહ" અંતર્ગત રોજગાર ભરતીમેળા સાથે સ્વરોજગાર શિબિર પણ યોજાશે. આ મેળાનો મુખ્ય હેતુ રોજગાર ઈચ્છુક મહિલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરાવવાનો છે. ઈચ્છુક ઉમેદવારો anubandham.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Published on: August 03, 2025