વટવામાં બે સગીરાઓ પર હુમલો અને લૂંટ કેસ, હાઇકોર્ટે જામીન અરજી નામંજૂર કરી, સગીરાઓ ICUમાં 50 દિવસ રહી.
વટવામાં બે સગીરાઓ પર હુમલો અને લૂંટ કેસ, હાઇકોર્ટે જામીન અરજી નામંજૂર કરી, સગીરાઓ ICUમાં 50 દિવસ રહી.
Published on: 29th July, 2025

વર્ષ 2024માં વટવામાં બે સગીરાઓ પર જીવલેણ હુમલો અને લૂંટના કેસમાં આરોપી તુષાર કોષ્ટીની જામીન અરજી હાઈકોર્ટે નામંજૂર કરી. આરોપીએ નોકરીમાંથી કાઢતા બે માસુમ દીકરીઓ પર હુમલો કર્યો અને 1.76 લાખની રોકડ અને ATM કાર્ડ લૂંટી લીધા. હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતા અરજી પરત ખેંચી. બંને સગીરાઓને 50 દિવસ સુધી ICUમાં સારવાર લેવી પડી હતી.