વલસાડ: હાઇવે 848 પર ખાડાઓનો વિરોધ, જિલ્લા પંચાયત પ્રમુખે NHAI સામે ખાડામાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો.
Published on: 29th July, 2025
વલસાડ જિલ્લામાં હાઇવે 848 પરના ખાડાઓથી કંટાળી જિલ્લા પંચાયત પ્રમુખે NHAI સામે વિરોધ કર્યો. કપરાડામાં યોજાયેલ વિરોધમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સરપંચો જોડાયા હતા. હાઇવે નંબર 848 પર ચક્કાજામ કરવામાં આવ્યો. સ્થાનિકોએ રસ્તાની ખરાબ હાલત અને NHAI અધિકારીઓની ઉદાસીનતા સામે નારાજગી દર્શાવી, રસ્તાનું સમારકામ જલ્દીથી થાય એવી માંગ કરી અને ખાતરી મળ્યા બાદ ધરણાં અટકાવવાનો નિર્ણય લેવાયો.

Published on: July 29, 2025