Railway News: પોરબંદર-રાજકોટ વચ્ચે વાંસજાળિયા-જેતલસર થઈને 2 નવી ટ્રેન સેવાઓ મંજૂર.
Railway News: પોરબંદર-રાજકોટ વચ્ચે વાંસજાળિયા-જેતલસર થઈને 2 નવી ટ્રેન સેવાઓ મંજૂર.
Published on: 04th August, 2025

પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેલવે સુવિધાઓ વધારવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત થઈ છે. પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૂ થશે. નવાગઢ, જેતપુર, રાણાવાવ અને ખોડિયાર મંદિર સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ મળશે. સરાડીયા અને વાંસજાળિયા વચ્ચે નવી રેલવે લાઈન માટે FLS મંજૂર થઈ છે. રાણાવાવ સ્ટેશન પર ન્યુ કોચ મેન્ટેનન્સ હબ બનશે અને પોરબંદરમાં રોડ ઓવરબ્રિજ બનશે.