તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન, જેમાં વિજેતા પશુના માલિકને પુરસ્કૃત કરાશે.
તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન, જેમાં વિજેતા પશુના માલિકને પુરસ્કૃત કરાશે.
Published on: 29th July, 2025

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા ભાતીગળ લોકમેળામાં પશુપાલન ખાતા દ્વારા તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ સુધી પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરાયું છે. જેમાં ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના પશુઓની પસંદગી થશે અને પશુચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાને આધારે હરીફાઈમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં વિજેતા પશુના માલિકને પુરસ્કૃત કરાશે.