અંબાજીથી ગબ્બર સુધી 'શક્તિ કૉરિડોર': આશરે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર.
અંબાજીથી ગબ્બર સુધી 'શક્તિ કૉરિડોર': આશરે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર.
Published on: 29th July, 2025

ગુજરાત સરકાર અંબાજી યાત્રાધામને 'Model Temple Town' તરીકે વિકસાવવા માંગે છે, જેના માટે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી 'શક્તિ કૉરિડોર' બનાવવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે યાત્રાધામનો બહુમુખી વિકાસ કરવાનું લક્ષ્ય છે અને ટૂંક સમયમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ થશે.