દિલ્હીમાં પણ હવેથી Tesla મળશે.
દિલ્હીમાં પણ હવેથી Tesla મળશે.
Published on: 11th August, 2025

Teslaના ઇલેક્ટ્રિક વાહનો હવે દિલ્હીથી પણ ખરીદી શકાશે. Elon Muskની કંપનીએ એરોસિટી વર્લ્ડમાર્કમાં બીજો શોરૂમ ખોલ્યો છે. આ 8,200 ચોરસ ફૂટનો શોરૂમ ઇન્દિરા ગાંધી એરપોર્ટ નજીક છે. Teslaએ 9 વર્ષ માટે જગ્યા ભાડે લીધી છે, જેનું ભાડું દર મહિને રૂ. 17.22 લાખ છે. આ શોરૂમ એક એક્સપિરિયન્સ સેન્ટર તરીકે કામ કરશે, જ્યાં Teslaની ટેકનોલોજી જોવા મળશે. Tesla ભારતમાં 8 સુપર ચાર્જિંગ સ્ટેશન પણ ખોલશે. Teslaનું આગમન ઓટો માર્કેટમાં ક્રાંતિ લાવશે.