અક્ષયકુમારની PM મોદીના વતનની મુલાકાત: હાટકેશ્વર મહાદેવના દર્શન અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી.
અક્ષયકુમારની PM મોદીના વતનની મુલાકાત: હાટકેશ્વર મહાદેવના દર્શન અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી.
Published on: 11th October, 2025

ફિલ્મફેર એવોર્ડ માટે ગુજરાત આવેલા અક્ષયકુમારે વડનગરમાં હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ અને PM મોદીની પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી. વડનગરના ઈતિહાસથી તેઓ આનંદિત થયા. તેમણે જણાવ્યું કે હાટકેશ્વર મંદિરમાં 'ઓમ' સંભળાય છે. વડનગરનો ઐતિહાસિક વારસો જોઈને તેઓ ગદગદ થયા અને વડનગર પહોંચવાનો મોકો મળ્યો તેનો આનંદ વ્યક્ત કર્યો.