વટવામાં 30 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો, 10 સોસાયટીમાં ઉભરાતી ગટર, રહીશો પરેશાન
વટવામાં 30 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો, 10 સોસાયટીમાં ઉભરાતી ગટર, રહીશો પરેશાન
Published on: 15th July, 2026

વટવા વોર્ડમાં 30 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો અને પંપીગ સ્ટેશનની ક્ષમતા કરતાં વધુ પાણીની આવકને કારણે 10 સોસાયટીઓમાં ગટરો ઉભરાવાની સમસ્યા વકરી છે. ચોમાસા પહેલાં જ છેલ્લા એક મહિનાથી સૈયદવાડી વિસ્તારમાં ગંદા પાણી રોડ પર ભરાતાં રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કુત્બેઆલમ કોલોની, શકુરી મસ્જીદ સહિતના વિસ્તારોમાં ગટર ઉભરાવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે. ઈજનેર વિભાગ દ્વારા લાઈનો બદલવાનું બજેટ મંજૂર હોવા છતાં કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જ્યારે નવાણા પંપિંગ સ્ટેશનની ક્ષમતા વધારવા ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.