Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન

વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.   સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે સમગ્ર દેશના લોકોમાં જાગૃતિ લાવી અને જરૂરિયાતમંદ દર્દીઓની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે સ્વૈચ્છિક રક્તદાનનું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કરવાનો છે. આ ઉપરાંત તંદુરસ્ત વ્યક્તિ હોવા છતાં રક્તદાન કરવામાં રસ ન ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવા અને રક્તદાન અંગે લોકોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરવાનો પણ છે. જે વ્યક્તિઓ રક્તદાન કરે છે અથવા રક્તદાન કરવા માંગે છે તેમના માટે કેટલીક જાણવા જેવી બાબતો નીચે પ્રમાણે છે.   • કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18 થી 60 વર્ષની હોય અને તેનું વજન 45 કિલોગ્રામથી વધુ હોય તે રક્તદાન કરી શકે છે. • એચ.આઈ.વી., હિપેટાઈટિસ-બી કે તેના જેવી અન્ય બીમારીઓ ન હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. • એકવારમાં 350 મિલિગ્રામ રક્ત આપી શકાય છે. જેની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઈ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસની અંદર થાય છે. • જે વ્યક્તિ નિયમિત રકતદાન કરે છે તેને હૃદય સંબંધી બિમારીઓ થવાનું ઓછું જોખમ રહે છે. • આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં નાશ પામે છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે. રક્ત ઘટક વ્યવસ્થાને કારણે તેમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને (જેવા કે પ્લાઝમા, પ્લેટલેટ્સ વગેરે) દર્દીની જરૂરિયાત મુજબના ઘટકવાળું લોહી ચડાવવાી તે ઝડપથી સાજો થાય છે. આ રીતે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ-ચાર વ્યક્તિઓની જિંદગી બચાવી શકીએ છીએ. દેશના લોકો અને ખાસ તો યુવાનો, રક્ત ઉપલબ્ધતા, લોહીના ઘટકો જુદા પાડવાના એકમ, રક્તસંગ્રહ કેન્દ્રો, સરકારી-ખાનગી બ્લડ બેંક, રક્તદાતા વગેરે વિશે જાણે અને સહયોગ આપે તે જરૂરી છે. સમાજસેવી સંસ્થાઓની રક્તસેવા યોજના થકી પણ હજારો લોકોનાં જીવન બચાવી શકાય છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. આ કારણથી લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે. રક્તદાન ભલે આપણે બીજાની મદદ માટે કરતા હોય પણ ક્યારેક એ પોતાને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માત કે બીમારીને કારણે દવાખાનામાં દાખલ થાય અને લોહી ચડાવવાની જરૂર પડે ત્યારે કોઇકનું દાન કરેલું લોહી જ આપણા કામમાં આવે છે. એબીઓ રક્તસમૂહ પ્રણાલી (ABO blood group system)ના શોધક કાર્લ લેન્ડસ્ટેનર નો જન્મદિવસ (14મી જૂન, 1868) હોવાથી તેમની યાદમાં 14મી જૂનને વિશ્વ રક્તદાન દિન તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

01st October

Read more
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
01st October
વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.   સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે...
Read more
આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)

ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા દ્વારા ગાંધીજીને બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો હતો ત્યારે દાઈ રંભાએ તેમને એ ભય નિવારણ માટે ‘રામ’ નામનો મંત્ર આપ્યો હતો. ગાંધીજીના પિતા રાજકોટ રજવાડાના દીવાન બનતાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું હતું. અહીં તેમણે ‘પિતૃભક્ત શ્રવણ’ અને ‘સત્યવાદી હરિશ્ચંદ્ર'નાં નાટકો જોયાં. આ નાટકોની તેમના જીવન પર ઊંડી અસર થઈ. આ સમયે તેમણે સંકલ્પ કર્યો કે “જીવનભર સત્યનું આચરણ કરીશ.’ ગાંધીજીનાં લગ્ન 1883માં કસ્તૂરબા સાથે થયાં હતાં. પિતાના મૃત્યુ પછી તેમણે મેટ્રિક પાસ કરી અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. ઘરમાં બેરિસ્ટર થવાનું નક્કી થતાં તેઓ બૅરિસ્ટર થવા વિલાયત (ઇંગ્લેન્ડ) ગયા. વિદેશ જતાં પહેલાં તેમણે નિશ્ચય કર્યો કે ત્યાં આગળ માંસ-મદિરાનું સેવન કરીશ નહીં અને તે અનેક મુશ્કેલીઓ વેઠીને પણ તેઓ અડગ રહ્યા. ત્યાં તેઓ સાદાઈથી રહેતા હતા. પોરબંદરની એક મેમણ પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન તેમણે અંગ્રેજો તરફથી ભારતવાસીઓને થતા અન્યાયનો સામનો કર્યો. અહીં આગળ એમણે ‘નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ'ની સ્થાપના કરીને ગોરાઓ સામે ચળવળનું મંડાણ કર્યુ હતું. ગાંધીજી થોડા સમય માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમણે લોકમાન્ય ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે તથા ફિરોઝશાહ મહેતા જેવા રાજકીય આગેવાનોને દક્ષિણ આફ્રિકાની હકીકત સમજાવી હતી. બાદમાં તેમણે દક્ષિણ આફ્રિકા આવીને 1910 માં ટૉલ્સટૉય ફાર્મ ની સ્થાપના કરી હતી. તેઓએ યુરોપિયન પહેરવેશનો ત્યાગ કરી નાતાલથી ટ્રાન્સવાલ સુધીની કૂચ કરી હતી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન ગાંધીજીને બે મહિનાની જેલની સજા થઈ હતી. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં મળેલી સફળતાની દુનિયાએ નોંધ લીધી હતી. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા છોડી 1915 માં ભારત આવ્યાં. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબ આશ્રમની સ્થાપના કરીને ગાંધીજી ભારતને સ્વતંત્રતા આપવાના કામમાં જોડાઈ ગયા. તેમની દેખરેખ અને આગેવાનીમાં નીચે મુજબની ચળવળો થઈ હતી. ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ અને ચળવળ • ચંપારણ સત્યાગ્રહ (1917) • ખેડા સત્યાગ્રહ (1917) • અમદાવાદ મિલ મજૂરોની હડતાળ અને મજૂર મહાજન સંઘની સ્થાપના (1917) • રૉલેટ ઍક્ટ સામેની ચળવળ (1919) • જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધ માટેની ચળવળ (1919) • અસહકાર ચળવળ (1920) • બારડોલી સત્યાગ્રહ (1928) • સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપ દાંડીકૂચ (1930) • વ્યક્તિગત સત્યાગ્રહ (1940) • હિંદ છોડોની ચળવળ (1942) • સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા દેશવ્યાપી આંદોલન. ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળોની સાથે સાથે રચનાત્મક કાર્યો દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા અનેક કાર્યો કર્યાં હતાં. હરિજન ઉદ્ધાર, ગૌસેવા, ખાદીગ્રામ ઉદ્યોગ, બુનિયાદી તાલીમ, કન્યા કેળવણી, સ્વદેશી અપનાવો, વ્યસન મુક્તિ, શ્રમનું મહત્ત્વ વગેરે જેવાં કાર્યો માટે તેમણે અનેક રાષ્ટ્રીય શાળાઓ, સાપ્તાહિકો, પ્રેસ, ખાદીગ્રામની સંસ્થાઓ, સમિતિઓ વગેરેની સ્થાપના કરી હતી. અમદાવાદની ‘ગૂજરાત વિદ્યાપીઠ’, ‘નવજીવન’ અને ‘હરિજન' વગેરે તેનાં ઉદાહરણો છે. ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં જણાવ્યું છે કે, “મારે દુનિયાને નવું કશું જ શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.” 30મી જાન્યુઆરી, 1948ને શુક્રવારે સાંજના સમયે પ્રાર્થનામાં જતી વખતે નથુરામ ગોડસેની ગોળીથી વિંધાઈને બાપુ “હે રામ” બોલી ઢળી પડ્યા હતાં. ‘ગાંધી’ માત્ર એક શબ્દ એક વ્યક્તિ ન રહેતાં વિશેષ અને અનોખી ઓળખના પ્રતિનિધિ બની ગયા છે. ખરા અર્થમાં તેઓ ભારતના ગાંધી નહીં પણ વિશ્વના ગાંધી બની રહ્યાં.

02nd October

Read more
આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
02nd October
ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે.
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના...
Read more
લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી
લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી

લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક સંઘમાં જોડાયા. દેશસેવાનું વ્રત લેતાં તેમણે અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત કરી. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં એમની ભાગીદારીને કારણે તેમને ઘણીવાર જેલમાં જવું પડ્યું. જેમાં 1920 ની અસહકારની ચળવળ અને 1941 નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતાં. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ પરિવહન મંત્રી બન્યા હતા. પરિવહન મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમવાર મહિલાને બસ-કંડક્ટર તરીકે નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. 1951 ના વર્ષમાં પંડિત જવાહરલાલ નેહરુ ના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે 1952, 1957 તેમજ 1962 ની ચૂંટણીઓમાં પોતાના પક્ષને ભારે બહુમતી સાથે વિજય અપાવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયા બાદ શાસ્ત્રીજીએ 9 જૂન, 1964 ના રોજ પ્રધાનમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીજી શ્વેતક્રાંતિ માટે પણ ભારતમાં પ્રખ્યાત છે. ભારતમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ જેને ટૂંકમાં NDDB તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપના તેમના શાસનકાળમાં થઈ હતી. શ્વેતક્રાંતિની મદદથી શાસ્ત્રીજીએ ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવ્યું. તેઓ હરિતક્રાંતિ ના પ્રણેતા હતા, તે સમયમાં ભારતમાં અન્નની અછત રહેતી હતી ત્યારે શાસ્ત્રીજીએ દરેક ભારતીયોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું આહવાન કર્યું હતું અને હરિતક્રાંતિ યોજીને ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો.  લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત આદરપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966 માં ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન, જય કિસાન" નારો આપ્યો હતો.

02nd October

Read more
લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી
02nd October
લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક...
Read more
શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી

વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજી એ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલ માં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથે સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં અભ્યાસ અર્થે જોડાયા. 1874 માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બની સંસ્કૃત શીખ્યા અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ મહર્ષિ દયાનંદ દ્વારા સ્થાપિત પરોપકારિણી સભા ના સભ્ય પણ હતા. તેઓ મુંબઇથી પ્રકાશિત મહર્ષિ દયાનંદના ‘વૈદભાષ્ય'ના મેનેજર પણ હતા. 1884 માં ઓક્સફર્ડથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી. 1885 માં દેશમાં પરત ફર્યા. આ સમયગાળામાં તેઓએ ક્રમશઃ અજમેર, રતલામ અને જૂનાગઢ ના દીવાન તરીકે કામ કર્યું. તેઓ ઉદયપુરના મહારાજાના કાઉન્સિલ મેમ્બર તરીકે પણ નિમાયા. ઈંગ્લેન્ડમાં સ્વાતંત્ર્ય ચળવળના પ્રયાસોને મજબૂત બનાવવાના હેતુથી 1897 માં તેઓ ઈંગ્લેન્ડ ગયા, શ્યામજી કૃષ્ણ વર્માએ જાન્યુઆરી 1905 થી અંગ્રેજીમાં “ધ ઈન્ડિયન સોસિયોલૉજિસ્ટ' નામનું સામયિક બહાર પાડ્યું. 18 ફેબ્રુઆરી, 1905 માં તેમણે ઈંગ્લેન્ડમાં જ “ઈન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કરી. સંસ્થાની પ્રવૃત્તિઓ માટે ખરીદવામાં આવેલ વિશાળ મકાનને કાર્યાલય બનાવી તેમણે તેને ‘ઈન્ડિયા હાઉસ” નામ આપ્યું. જર્મનીમાં મળેલ વિવિધ દેશોની પરિષદમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા એ તૈયાર કરેલ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેને વિશ્વભરના પ્રતિનિધિઓએ સન્માન આપ્યું હતું. મૃત્યુ અગાઉ અંતિમ સમયે તેમણે પોતાનાં અસ્થિઓ જિનીવાની એક સંસ્થા પાસે અગાઉથી નાણાં ચૂકવી 100 વર્ષ સુધી સાચવી રાખવાની અને જ્યારે દેશ આઝાદ થાય ત્યારે જ ભારતમાં મોકલવાની વ્યવસ્થા કરેલી. આઝાદી બાદ પેરિસના ડૉ. પૃથ્વીન્દ્ર મુખરજી ની વિનંતીને માન આપી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એ અસ્થિઓ ભારત લાવવા સંમતિ આપેલી. જેના વર્ષો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22 ઓગસ્ટ, 2003 ના રોજ તેમના અસ્થિઓ ભારત લાવ્યા. સમગ્ર ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓની “વિરાંજલી યાત્રા” યોજીને વતન માંડવી લાવવામાં આવી અને ત્યાં ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી, જે ઈન્ડિયા હાઉસ જેવું જ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પેરિસમાં તેમના નામે સ્કોલરશીપ ચાલે છે. વળી, મુંબઈમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કોલરશીપ મળે છે. ઇંદુલાલ યાજ્ઞિકે તેમના જીવન અંગે એક પુસ્તક પણ લખેલું. તેમના વિશે લખાયેલ અન્ય લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભુજ અને માંડવીમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે તેમજ ઘણા સ્થળે તેમના નામ પરથી માર્ગોનું નામકરણ પણ થયેલું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં 4 ઑક્ટોબર, 1989 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

04th October

Read more
શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
04th October
વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ
Read more
ભારતીય વાયુસેના દિન
ભારતીય વાયુસેના દિન

ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી ચાર વિમાનો, પાંચ પાઇલોટ્સ, તથા 19 જવાનો સાથે શરૂ થયેલી ભારતીય વાયુસેના આજે વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે. આ દિવસે વાયુસેનાની પરંપરા અનુસાર એક સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમો અંતર્ગત વિવિધ સામાજિક સમારોહ યોજાય છે. આ સમારોહમાં સેવાનિવૃત્ત વાયુસેનાના જવાનો પણ જોડાય છે. સવારે સિનિયર સ્ટાફ ઑફિસર એરફોર્સના તમામ કર્મચારીઓને શપથ લેવડાવે છે. શપથગ્રહણ સમારોહ પછી ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વાયુસેનાના અધ્યક્ષના સંદેશાઓનું પઠન કરવામાં આવે છે. ભારતીય વાયુદળની કામગીરી સાત ભાગ (કમાન્ડ)માં વહેંચાયેલી છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેના વડાને ઍર ચીફ માર્શલ કહેવાય છે. આપણા રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખના વડા હોવાથી તેઓ ભારતીય વાયુ સેનાના પણ વડા છે. જોધપુર, અંબાલા, કોઇમ્બતુર, બેંગલુરુ, હૈદરાબાદ, આગ્રા વગેરે સ્થળોએ તેનાં તાલીમ કેન્દ્રો છે. આપણા વાયુદળમાં મિગ, જગુઆર, મિરાજ, તેજસ વગેરે જેવા અત્યાધુનિક લડાયક વિમાનોનો કાફલો છે. આકાશમાં પણ બળતણ ભરી શકે તેવા વિમાનો વાયુસેના પાસે છે. હિન્દુસ્તાન એરોનિટક્સ લિ. નામની જાહેર કંપની વિવિધ પ્રકારનાં વિમાનોનું ઉત્પાદન કરે છે. આ કંપની દ્વારા તાલીમી વિમાનો તેમજ મુસાફરી માટેનાં વિમાનોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાનું સૂત્ર છેઃ "નભ: સ્પૃશં દીપ્તમ્". (મહિમા સાથે આકાશને સ્પર્શ કરો) જે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ અર્જુનને દર્શાવેલાં વિશ્વરૂપ દર્શન સમયે અર્જુને તેમના તે સ્વરૂપને આકાશને સ્પર્શતું અને દૈદીપ્યમાન કહ્યું હતું. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો છે. જેના ઉપરની ડાબી બાજુના ખૂણામાં ભારતનો તિરંગો છે. જ્યારે આ ધ્વજના જમણી બાજુ નીચેના ખૂણામાં કેસરી, સફેદ અને લીલા રંગના એક કેન્દ્રીય ચક્રો છે. આ ધ્વજ 1951 માં અપનાવવામાં આવ્યો હતો. આજ દિન સુધી ભારતીય વાયુસેનાએ ઘણાં મહત્ત્વ નાં ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવી છે. 1965 અને 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણી વાયુસેનાએ ભવ્ય વિજય અપાવી દેશની શાન વધારી છે. આપત્તિની પરિસ્થિતિમાં વાયુસેના રાહત અને બચાવ કાર્યોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. 1998 માં ગુજરાતમાં આવેલ ચક્રવાત, 2004 માં આવેલ સુનામી, ઉત્તર ભારતમાં આવેલ પૂર દરમ્યાન તેમજ દરેક આપત્તિ સમયે વાયુસેના મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે. દેશમાં ભારતીય વાયુસેના હંમેશાં દેશના સંરક્ષણ માટે સજ્જ અને સમર્પિત રહે છે. ખરેખર ભારતીય વાયુસેના આપણા દેશનું ગૌરવ છે.

08th October

Read more
ભારતીય વાયુસેના દિન
08th October
ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી...
Read more
વિશ્વ ટપાલ દિન
વિશ્વ ટપાલ દિન

વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ છે સમગ્ર જગત માટે એક ટપાલ વ્યવસ્થા. એક સમયે જ્યારે કબૂતરની કે અન્ય પક્ષીઓ દ્વારા એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર બાદ કુરિયર વિભાગની શરૂઆત થઈ, હવે તો આજના સમયમાં આપણે ઈ- મેઈલ અને વોટ્સએપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ એકબીજાને મોકલતા થયાં છીએ. ટપાલ યુગની કલ્પના કરવી આજે ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નહોતી ત્યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો, લાગણીઓ કે સંદેશાની વાતની આપ-લે કરવામાં આવતી હતી. ટપાલ શબ્દ સાંભળતાં જ આજની પેઢીને તો નવાઈ જ લાગે! ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજિસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1764 માં મુંબઇથી થઇ. 1854 માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ થયો હતો. ભારતમાં 21 નવેમ્બર, 1947 ના રોજ પ્રથમ સત્તાવાર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એ નવી ટિકિટમાં “જય હિંદ” નારા સાથે ભારતીય ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. વિશ્વ ટપાલ દિનની શરૂઆત થઈ ત્યારથી દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે. ટપાલ ટિકિટના સંગ્રહ કરવાના શોખને “ફિલાટેલિ” કહે છે અને ટપાલ ટિકિટનો સંગ્રહ કરનાર વ્યક્તિ ‘ફિલાટેલિસ્ટ’ તરીકે ઓળખાય છે. ટપાલ ટિકિટના સંગ્રહનું સૌથી પહેલું આલ્બમ 1862 માં જસ્ટિન લેલિયટ નામની વ્યક્તિએ પેરિસમાં બહાર પાડ્યું હતું. કોઈ વ્યક્તિ, વસ્તુ કે બનાવની યાદગીરીમાં સ્મૃતિ ટિકિટ બહાર પાડવામાં આવે છે. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ભારતે ટપાલ ટિકિટની 1600 કરતાં વધુ ડિઝાઇન બહાર પાડી છે. વિશ્વમાં ટપાલસેવાના જનક તરીકે ‘ક્લાઈવ'નું નામ લેવામાં આવે છે.

09th October

Read more
વિશ્વ ટપાલ દિન
09th October
વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ...
Read more
આઝાદ હિંદ ફોજ દિન
આઝાદ હિંદ ફોજ દિન

આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ હિંદ સરકાર નામની ભારતની પ્રથમ સ્વતંત્ર કામચલાઉ સરકારની જાહેરાત કરવામાં આવી હતી. તેથી, દર વર્ષે 21 ઑક્ટોબરે, આઝાદ હિંદ ફોજ અને ‘આઝાદ હિંદ સરકાર'ની રચનાની વર્ષગાંઠ દેશભરમાં ઉજવવામાં આવે છે. દેશના હિત માટે વિદેશમાં કામ કરતા ઘણા ભારતીય ક્રાંતિકારીઓ હતા. આમાં રાસબિહારી બોઝ પણ હતા, જેઓ જાપાનમાં 1915 થી છુપા વેશે રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ભારતીયોને એકત્ર કરવાની તક ઝડપી લીધી હતી. અંગ્રેજો વતી સંખ્યાબંધ ભારતીય સૈનિકો લડી રહ્યા હતા. જાપાને દક્ષિણ પૂર્વ એશિયામાં અંગ્રેજોને હરાવ્યા, તે દરમિયાન રાસબિહારી બોઝે કેપ્ટન મોહનસિંગને ભારતની આઝાદી માટે જાપાનના લોકો સાથે મળીને કામ કરવા સમજાવ્યા હતા. 1942 માં ટોકિયો ખાતે ભારતીયોની એક પરિષદ યોજાઈ જેમાં તેઓએ ‘ભારતીય સ્વતંત્રતા લીગ'ની રચના કરી હતી. ત્યારબાદ જૂન, 1942 માં બેંગકોક માં પરિષદ યોજાઈ, જ્યાં રાસબિહારી બોઝ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય સેનાને વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે નિર્ણય બાદ કેપ્ટન મોહનસિંગ ને INA (ઇન્ડિયન નેશનલ આર્મી) ના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 40,000 ભારતીય સૈનિકો હતા. આ લીગે સુભાષચંદ્ર બોઝને ચળવળનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલાં બોઝ 1941 માં ભારતથી બર્લિન ચાલ્યા ગયા હતા, જૂન, 1943 માં તેઓ ટોકિયો આવ્યા અને પછી સિંગાપોર માં INA (ઇન્ડિયન નેશનલ આર્મી) માં જોડાયા. રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને નેતૃત્વ સોંપ્યું અને આઝાદ હિંદ સરકારની રચના થઈ. તેમણે ફોજનું નવસંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેર્યું. તેમણે “ચલો દિલ્લી” અને "તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા” જેવાં સૂત્રો આપ્યાં. તેમણે હિંદના અગ્રિમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, મૌલાના આઝાદ વગેરેનાં નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી. એક મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી, જેને ‘લક્ષ્મીબાઈ બ્રિગેડ’ નામ આપ્યું. આ સેનાનું પહેલું વડું મથક સિંગાપોરમાં અને બીજું રંગૂનમાં હતું. આ સેનાનો મુખ્ય હેતુ ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી આઝાદી મેળવવાનો હતો. આ સેનાએ આરાકાનના માર્ગે આગળ વધી ભારતની બ્રિટિશ સેનાને હરાવી. મે, 1944 માં મોડક અને કોહિમા કબજે કર્યાં હતાં; પરંતુ ઇમ્ફાલ મોરચે તેને પીછેહઠ કરવી પડી હતી. એપ્રિલ, 1945 માં બ્રિટિશ સેનાએ રંગૂન કબજે કરતાં આ સેનાના મોટા ભાગના સૈનિકો કેદ પકડાયા અને મે, 1945 માં તેની ચળવળ મંદ પડી ગઈ. તેની નિષ્ફળતા છતાં લશ્કરી ક્ષેત્રે તેણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. હિંદી સૈનિકોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો તે તેનું મોટું પ્રદાન ગણાય. આઝાદ હિંદ ફોજની રચના સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ આપણા પૂર્વીય રાજ્ય મણિપુર નો પણ છે. ત્યાનાં મોઈરંગ માં 14 એપ્રિલ, 1944 ના દિવસે કર્નલ શૌકત મલિક ના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આજે પણ ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને સુંદર સંગ્રહાલય પણ જોવા મળે છે.

21st October

Read more
આઝાદ હિંદ ફોજ દિન
21st October
આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ...
Read more
વિશ્વ પોલિયો દિન
વિશ્વ પોલિયો દિન

‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા માટે વૈશ્વિક પ્રયાસ શરૂ કર્યો. રોટરી ઇન્ટરનેશનલ અને WHO દ્વારા વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ (Global Polio Eradication Initiative) ની સ્થાપના 1988 માં થઈ હતી. વિશ્વ પોલિયો દિને વિશ્વભરની સંસ્થાઓ, જેમ કે રોટરી ઇન્ટરનેશનલ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), યુનિસેફ વગેરે પોલિયો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. પોલિયોની રસી આપી હોય તેવાં બાળકોને આ રોગ થતો નથી. બાળકો માટેની રસીકરણ યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયોની પહેલી રસી (ઈંજેક્શન) 1955 માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. ત્યારબાદ 1961 માં બીજી રસી (ઓરલડ્રોપ) ડૉ. આલ્બર્ટ સાબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું સફળ હથિયાર સાબિત થયું. બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી. પોલિયો મુખ્યત્વે ચેપગ્રસ્ત મળ, દૂષિત પાણી, ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. પોલિયો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરે છે. પોલિયો એક એવો રોગ છે જેનો ઈલાજ થઈ શકતો નથી. તેને માત્ર ઓરલ વેક્સિન એટલે કે OPV વડે જ અટકાવી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995 માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ૦ થી 5 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો વેક્સિન (OPV)ના બે ડોઝ આપવામાં આવે છે. વર્ષ 2014 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી 'દો બૂંદ જિંદગી કી' ટેગલાઇન સાથે પોલિયો નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાનાં બાળકોને પોલિયો ડ્રોપનાં બે ટીપાં પીવડાવી રહ્યા છે.

24th October

Read more
વિશ્વ પોલિયો દિન
24th October
‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો.
બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા...
Read more
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન

બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની જરૂર લાગી. પરિણામે વિશ્વને આવા ભાવિ યુદ્ધમાંથી બચાવવા અને વિશ્વશાંતિ સ્થાપવા કેટલાક શાંતિચાહક રાષ્ટ્રોએ 24 ઑક્ટોબર, 1945 ના રોજ UNO (UNITED NATIONS ORGANISATION) ની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેમાં 51 સભ્ય રાષ્ટ્રો હતાં. જે અત્યારે 193 છે. આ સંસ્થાનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવસંસ્કૃતિની રક્ષા કરવાનું, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી વિવિધ રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનું શાંતિમય સમાધાન લાવવાનું છે. દર વર્ષે 24 ઑક્ટોબરે UNO દિનની ઉજવણી કરવામાં આવે છે. તેની મુખ્ય કચેરી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે. UNOની વહીવટી ભાષા અંગ્રેજી અને ફ્રેંચ છે. UNOની વિવિધ 6 સમિતિઓ નીચે મુજબ છે. 1. સામાન્ય સભા 2. સલામતી સમિતિ ૩. આર્થિક અને સામાજિક સમિતિ 4. વાલીપણા સમિતિ 5. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત 6. સચિવાલય ભારતનાં વિજયાલક્ષ્મી પંડિતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ફરજ બજાવેલી છે.   UNO ની વિવિધ સંસ્થાઓમાં WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) જિનીવા સ્થિત છે. UNESCO પેરીસ માં છે, જ્યારે UNICEF ન્યૂયોર્ક માં કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ILO) પણ જિનીવા સ્થિત છે. FAO, જે ખોરાક અને કૃષિ સાથે સંકળાયેલું છે, તે રોમમાં છે, અને વિશ્વ બેંક (IBRD) વોશિંગ્ટનમાં સ્થિત છે. સંયુક્ત રાષ્ટ્રોને ભારતનો સહકાર - ભારતે યુએનઓ મારફતે જ પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકારેલો છે. - ભારતે અન્ય દેશોને મુશ્કેલીના સમયમાં મદદ કરેલી છે. - ભારતે પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.

24th October

Read more
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
24th October
બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની...
Read more
વિશ્વ બચત દિન
વિશ્વ બચત દિન

વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. 'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી ત્યારે એ હકીકત સર્વસ્વીકૃત બની કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે. ‘વિશ્વ બચત દિન' બચતના મહત્ત્વને પ્રસ્થાપિત કરવા તથા બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા ઉજવવામાં આવે છે. 1924 માં ઇટાલી ના મિલાન શહેરમાં આંતરરાષ્ટ્રીય બચત બેંક નું પ્રથમ સંમેલન યોજાયું. આ સંમેલનના પ્રસ્તાવ મુજબ 31 ઑક્ટોબર ને વિશ્વ બચત દિન તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિન લોકપ્રિય બન્યો અને હાલ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસનું આયોજન કરનારી બેંકો એવા દેશો પર ખાસ ધ્યાન આપી રહી છે જ્યાં અનેક લોકો આજે પણ બૅન્કિંગ સેવાઓથી વંચિત છે. આ દેશોમાં આવી બચતબેંકોની વિવિધ શાખાઓ સરકારી અને બિન સરકારી સંગઠનો સાથે મળીને ખાસ પ્રકારના કાર્યક્રમો યોજી બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે પણ બાળકોમાાં રહેલી બચતવૃત્તિને પ્રોત્સાહન આપવા તથા તેનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરી શકીએ.

30th October

Read more
વિશ્વ બચત દિન
30th October
વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે.
'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી...
Read more
રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)

31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે. સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના મોસાળમાં થયો હતો. કરમસદ તેમનું વતન હતું. સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં થયું. તેઓએ નડિયાદમાં સરકારી અંગ્રેજી શાળામાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારબાદ વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1893 માં ઝવેરબા સાથે લગ્ન થયા હતા. ડાહ્યાભાઈ અને મણીબેન તેમનાં સંતાનો હતાં. સરદાર વલ્લભભાઈ ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટરનો અભ્યાસ કરવા ગયેલા એ સમય દરમિયાન બ્રિટિશ મ્યુઝિયમમાં એકી બેઠકે તેઓ કલાકો સુધી કાયદાના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. બૅરિસ્ટર બન્યા બાદ અમદાવાદ આવી તેઓએ ફોજદારી વકીલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટેની આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી હતા. આઝાદી મેળવ્યાના શરૂઆતના સમયગાળામાં સમગ્ર ભારત દેશમાં લોકો વચ્ચે એકતા જળવાય તે માટે તેમણે સખત મહેનત કરી હતી. તેમણે દેશના લોકોને એકબીજા સાથે હળીમળીને રહેવા વિનંતી કરી તથા સમગ્ર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે પાંચસોથી વધુ દેશી રજવાડાંઓને એકઠાં કર્યાં અને અખંડ ભારત નું સ્વપ્ન સિદ્ધ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ દેશના લોકોમાં સદાકાળ જીવંત રહે તે માટે આપણા રાજ્યમાં આવેલી સૌથી મોટી નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર જેટલી ઊંચી અને ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. જે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નામે ઓળખાય છે. આ પ્રતિમા એકતા અને શાંતિનું પ્રતીક બની રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી દ્વારા ભારતના દરેક નાગરિકને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની ફરજની યાદ અપાવવાનો છે. આ ભાવના વધારે દૃઢ કરવા આ દિવસ રાષ્ટ્રીય એકતા દિન તરીકે સ્વીકારાયો છે. ભારત સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને લોકશાહી શાસન ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. તેમાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે. આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે, વિવિધ તહેવારો ઉજવાય છે અને લોકો ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અલગ-અલગ જીવન જીવે છે છતાં દેશ માટે તે સૌનો પ્રેમ એકસમાન છે અને તે રાષ્ટ્રીય એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

31st October

Read more
રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
31st October
31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે.
સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના...
Read more