-
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
24th October
બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની જરૂર લાગી. પરિણામે વિશ્વને આવા ભાવિ યુદ્ધમાંથી બચાવવા અને વિશ્વશાંતિ સ્થાપવા કેટલાક શાંતિચાહક રાષ્ટ્રોએ 24 ઑક્ટોબર, 1945 ના રોજ UNO (UNITED NATIONS ORGANISATION) ની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેમાં 51 સભ્ય રાષ્ટ્રો હતાં. જે અત્યારે 193 છે. આ સંસ્થાનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવસંસ્કૃતિની રક્ષા કરવાનું, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી વિવિધ રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનું શાંતિમય સમાધાન લાવવાનું છે.
દર વર્ષે 24 ઑક્ટોબરે UNO દિનની ઉજવણી કરવામાં આવે છે. તેની મુખ્ય કચેરી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે. UNOની વહીવટી ભાષા અંગ્રેજી અને ફ્રેંચ છે.
UNOની વિવિધ 6 સમિતિઓ નીચે મુજબ છે.
1. સામાન્ય સભા
2. સલામતી સમિતિ
૩. આર્થિક અને સામાજિક સમિતિ
4. વાલીપણા સમિતિ
5. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત
6. સચિવાલય
ભારતનાં વિજયાલક્ષ્મી પંડિતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ફરજ બજાવેલી છે.
UNO ની વિવિધ સંસ્થાઓમાં WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) જિનીવા સ્થિત છે. UNESCO પેરીસ માં છે, જ્યારે UNICEF ન્યૂયોર્ક માં કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ILO) પણ જિનીવા સ્થિત છે. FAO, જે ખોરાક અને કૃષિ સાથે સંકળાયેલું છે, તે રોમમાં છે, અને વિશ્વ બેંક (IBRD) વોશિંગ્ટનમાં સ્થિત છે.
સંયુક્ત રાષ્ટ્રોને ભારતનો સહકાર
- ભારતે યુએનઓ મારફતે જ પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકારેલો છે.
- ભારતે અન્ય દેશોને મુશ્કેલીના સમયમાં મદદ કરેલી છે.
- ભારતે પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.