-
વિશ્વ પોલિયો દિન
વિશ્વ પોલિયો દિન
24th October
‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો.
બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા માટે વૈશ્વિક પ્રયાસ શરૂ કર્યો. રોટરી ઇન્ટરનેશનલ અને WHO દ્વારા વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ (Global Polio Eradication Initiative) ની સ્થાપના 1988 માં થઈ હતી. વિશ્વ પોલિયો દિને વિશ્વભરની સંસ્થાઓ, જેમ કે રોટરી ઇન્ટરનેશનલ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), યુનિસેફ વગેરે પોલિયો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે.
પોલિયોની રસી આપી હોય તેવાં બાળકોને આ રોગ થતો નથી. બાળકો માટેની રસીકરણ યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયોની પહેલી રસી (ઈંજેક્શન) 1955 માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. ત્યારબાદ 1961 માં બીજી રસી (ઓરલડ્રોપ) ડૉ. આલ્બર્ટ સાબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું સફળ હથિયાર સાબિત થયું. બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી.
પોલિયો મુખ્યત્વે ચેપગ્રસ્ત મળ, દૂષિત પાણી, ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. પોલિયો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરે છે. પોલિયો એક એવો રોગ છે જેનો ઈલાજ થઈ શકતો નથી. તેને માત્ર ઓરલ વેક્સિન એટલે કે OPV વડે જ અટકાવી શકાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995 માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ૦ થી 5 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો વેક્સિન (OPV)ના બે ડોઝ આપવામાં આવે છે. વર્ષ 2014 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી 'દો બૂંદ જિંદગી કી' ટેગલાઇન સાથે પોલિયો નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાનાં બાળકોને પોલિયો ડ્રોપનાં બે ટીપાં પીવડાવી રહ્યા છે.