-
વિશ્વ ટપાલ દિન
વિશ્વ ટપાલ દિન
09th October
વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ છે સમગ્ર જગત માટે એક ટપાલ વ્યવસ્થા.
એક સમયે જ્યારે કબૂતરની કે અન્ય પક્ષીઓ દ્વારા એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર બાદ કુરિયર વિભાગની શરૂઆત થઈ, હવે તો આજના સમયમાં આપણે ઈ- મેઈલ અને વોટ્સએપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ એકબીજાને મોકલતા થયાં છીએ. ટપાલ યુગની કલ્પના કરવી આજે ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નહોતી ત્યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો, લાગણીઓ કે સંદેશાની વાતની આપ-લે કરવામાં આવતી હતી. ટપાલ શબ્દ સાંભળતાં જ આજની પેઢીને તો નવાઈ જ લાગે!
ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજિસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1764 માં મુંબઇથી થઇ. 1854 માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ થયો હતો. ભારતમાં 21 નવેમ્બર, 1947 ના રોજ પ્રથમ સત્તાવાર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એ નવી ટિકિટમાં “જય હિંદ” નારા સાથે ભારતીય ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો.
વિશ્વ ટપાલ દિનની શરૂઆત થઈ ત્યારથી દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે. ટપાલ ટિકિટના સંગ્રહ કરવાના શોખને “ફિલાટેલિ” કહે છે અને ટપાલ ટિકિટનો સંગ્રહ કરનાર વ્યક્તિ ‘ફિલાટેલિસ્ટ’ તરીકે ઓળખાય છે. ટપાલ ટિકિટના સંગ્રહનું સૌથી પહેલું આલ્બમ 1862 માં જસ્ટિન લેલિયટ નામની વ્યક્તિએ પેરિસમાં બહાર પાડ્યું હતું. કોઈ વ્યક્તિ, વસ્તુ કે બનાવની યાદગીરીમાં સ્મૃતિ ટિકિટ બહાર પાડવામાં આવે છે. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ભારતે ટપાલ ટિકિટની 1600 કરતાં વધુ ડિઝાઇન બહાર પાડી છે.
વિશ્વમાં ટપાલસેવાના જનક તરીકે ‘ક્લાઈવ'નું નામ લેવામાં આવે છે.