-
આઝાદ હિંદ ફોજ દિન
આઝાદ હિંદ ફોજ દિન
21st October
આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ હિંદ સરકાર નામની ભારતની પ્રથમ સ્વતંત્ર કામચલાઉ સરકારની જાહેરાત કરવામાં આવી હતી. તેથી, દર વર્ષે 21 ઑક્ટોબરે, આઝાદ હિંદ ફોજ અને ‘આઝાદ હિંદ સરકાર'ની રચનાની વર્ષગાંઠ દેશભરમાં ઉજવવામાં આવે છે.
દેશના હિત માટે વિદેશમાં કામ કરતા ઘણા ભારતીય ક્રાંતિકારીઓ હતા. આમાં રાસબિહારી બોઝ પણ હતા, જેઓ જાપાનમાં 1915 થી છુપા વેશે રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ભારતીયોને એકત્ર કરવાની તક ઝડપી લીધી હતી. અંગ્રેજો વતી સંખ્યાબંધ ભારતીય સૈનિકો લડી રહ્યા હતા. જાપાને દક્ષિણ પૂર્વ એશિયામાં અંગ્રેજોને હરાવ્યા, તે દરમિયાન રાસબિહારી બોઝે કેપ્ટન મોહનસિંગને ભારતની આઝાદી માટે જાપાનના લોકો સાથે મળીને કામ કરવા સમજાવ્યા હતા. 1942 માં ટોકિયો ખાતે ભારતીયોની એક પરિષદ યોજાઈ જેમાં તેઓએ ‘ભારતીય સ્વતંત્રતા લીગ'ની રચના કરી હતી. ત્યારબાદ જૂન, 1942 માં બેંગકોક માં પરિષદ યોજાઈ, જ્યાં રાસબિહારી બોઝ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય સેનાને વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે નિર્ણય બાદ કેપ્ટન મોહનસિંગ ને INA (ઇન્ડિયન નેશનલ આર્મી) ના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 40,000 ભારતીય સૈનિકો હતા. આ લીગે સુભાષચંદ્ર બોઝને ચળવળનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલાં બોઝ 1941 માં ભારતથી બર્લિન ચાલ્યા ગયા હતા, જૂન, 1943 માં તેઓ ટોકિયો આવ્યા અને પછી સિંગાપોર માં INA (ઇન્ડિયન નેશનલ આર્મી) માં જોડાયા.
રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને નેતૃત્વ સોંપ્યું અને આઝાદ હિંદ સરકારની રચના થઈ. તેમણે ફોજનું નવસંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેર્યું. તેમણે “ચલો દિલ્લી” અને "તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા” જેવાં સૂત્રો આપ્યાં. તેમણે હિંદના અગ્રિમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, મૌલાના આઝાદ વગેરેનાં નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી. એક મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી, જેને ‘લક્ષ્મીબાઈ બ્રિગેડ’ નામ આપ્યું.
આ સેનાનું પહેલું વડું મથક સિંગાપોરમાં અને બીજું રંગૂનમાં હતું. આ સેનાનો મુખ્ય હેતુ ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી આઝાદી મેળવવાનો હતો. આ સેનાએ આરાકાનના માર્ગે આગળ વધી ભારતની બ્રિટિશ સેનાને હરાવી. મે, 1944 માં મોડક અને કોહિમા કબજે કર્યાં હતાં; પરંતુ ઇમ્ફાલ મોરચે તેને પીછેહઠ કરવી પડી હતી. એપ્રિલ, 1945 માં બ્રિટિશ સેનાએ રંગૂન કબજે કરતાં આ સેનાના મોટા ભાગના સૈનિકો કેદ પકડાયા અને મે, 1945 માં તેની ચળવળ મંદ પડી ગઈ. તેની નિષ્ફળતા છતાં લશ્કરી ક્ષેત્રે તેણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. હિંદી સૈનિકોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો તે તેનું મોટું પ્રદાન ગણાય.
આઝાદ હિંદ ફોજની રચના સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ આપણા પૂર્વીય રાજ્ય મણિપુર નો પણ છે. ત્યાનાં મોઈરંગ માં 14 એપ્રિલ, 1944 ના દિવસે કર્નલ શૌકત મલિક ના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આજે પણ ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને સુંદર સંગ્રહાલય પણ જોવા મળે છે.