ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.
પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું...