-
ભારતીય તટરક્ષક દિન
ભારતીય તટરક્ષક દિન
01st February
આપણા દેશમાં દર વર્ષે 1 ફેબ્રુઆરી ના રોજ ભારતીય તટરક્ષક દિન ઉજવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભારતીય તટરક્ષક દળની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા માટેના તેમના પ્રયાસોને યાદ કરી સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે દેશના રક્ષણમાં આ દળના અદ્દભુત યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો પણ છે.
ભારતીય તટરક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું દળ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની જવાબદારી આ દળ સંભાળે છે.
વચગાળાના ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી અને 18 ઑગસ્ટ, 1978 ના રોજ કોસ્ટગાર્ડ એક્ટ, 1978 દ્વારા સંસદમાં સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. 19 ઑગસ્ટ, 1978 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય તટરક્ષક દળનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય તટરક્ષક દળનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેની એક પ્રાદેશિક કચેરી ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ આવેલી છે.
ભારતીય તટરક્ષક દળનું સૂત્ર “वयम्र रक्षामः” છે. તેનો અર્થ થાય છે 'અમે રક્ષા કરીએ છીએ'. ભારતીય તટરક્ષક દળના મુખ્ય કાર્યોમાં દ્વીપો અને તટીય સ્ટેશનોનું રક્ષણ, ઑફશોર સ્ટેશનોનું રક્ષણ, માછીમારોનું રક્ષણ, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ, દાણચોરી વિરોધી કામગીરીમાં કસ્ટમ્સ વિભાગ અને અન્ય સત્તાવાળાઓને સહાય દરિયાઈ કાયદાનો અમલ, વૈજ્ઞાનિક ડેટાનો સંગ્રહ, યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
ભારતીય તટરક્ષક દળ ભારતના દરિયાકાંઠાની રક્ષા માટે સદાય જાગૃત રહે છે. ભારતીય તટરક્ષક દળ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ, મત્સ્યોદ્યોગ વિભાગ, મહેસૂલ વિભાગ, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો સાથે મળીને કામ કરે છે. તેની સ્થાપના બિન-લશ્કરી દરિયાઈ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી છે તેથી તેને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવાની થતી નથી. આ દળનાં જહાજો ભારતીય નૌકાદળના જહાજોથી અલગ જોવા મળે છે. આમ, આ દળ ઘણાં મહત્વનાં કાર્યો કરે છે.