હવે ઘરે જ મિની સિનેમા હોલનો અનુભવ કરી શકશો: સોનિક-વ્યૂએ M1X અને M1 મેક્સ પ્રોજેક્ટર લોન્ચ કર્યા
Published on: 30th June, 2025
ViewSonic, હોમ એન્ટરટેઈનમેન્ટ ડિવાઇસ કંપનીએ ભારતમાં M1 સિરીઝના બે પોર્ટેબલ પ્રોજેક્ટર M1 Max અને M1X લોન્ચ કર્યા. આ પ્રોજેક્ટરથી રૂમને મિની સિનેમા હોલમાં ફેરવી શકાય છે. તેમાં 360° સ્માર્ટ સ્ટેન્ડ છે. M1 Max માં Google TV ઇન્સ્ટોલ કરેલું છે. તેનું વજન 1 કિલોથી ઓછું છે અને તેની શરૂઆતની કિંમત 90,000 રૂપિયા છે. M1 Max માં ફુલ HD 1080p અને ToF ઓટોફોકસ છે, કિંમત ₹1,35,000 છે. M1X માં ક્રોમકાસ્ટ, ફાયર સ્ટીક જેવા ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે, કિંમત ₹ 90,000 છે. બંનેમાં હરમન કાર્ડનના સ્પીકર્સ, સિનેમા સુપરકલર + ટેકનોલોજી, ઇનબિલ્ટ બેટરી અને વાયરલેસ સ્ક્રીન મિરરિંગ છે. ViewSonic ની સ્થાપના 1987 માં થઈ હતી.