વર્ક-લાઇફ બેલેન્સ: આઠ કલાકની શિફ્ટ શક્ય છે?
વર્ક-લાઇફ બેલેન્સ: આઠ કલાકની શિફ્ટ શક્ય છે?
Published on: 27th June, 2025

મણિરત્નમથી લઇને સૈફ અલી ખાન, કાજોલ, અજય દેવગણ સહિત અનેક કલાકારો કહે છે કે દીપિકાની માગ—આઠ કલાકની વર્કશિફ્ટ—અનુચિત નથી. તેઓનું કહેવું છે કે પરિવારને સમય ન આપી શકાય તો સફળતા કઈ કામની? તાજેતરમાં દીપિકા પાદુકોણે 'સ્પિરિટ' ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા પાસે આઠ કલાકની વર્કશિફ્ટ માગી, પરંતુ તેને ઘસીને નકારાઈ ગઇ હોવાનું જાણવા મળ્યું. ફિલ્મોદ્યોગમાં ઘણા કલાકાર કેટલીકવાર કામના કલાકોને લઇ આંદોલન પણ કર્યો છે. શ્રધ્ધા કપૂરે પણ પૂર્વમાં બે ફિલ્મો માટે ૭૦ કલાક સુધી શૂટિંગ કર્યું હતું.