મેઘ મહેર: મુંબઈ શહેરમાં જૂનના ચારપાંચ દિવસમાં જ આખા મહિનાનો વરસાદ, સરેરાશ ઓળંગી
મેઘ મહેર: મુંબઈ શહેરમાં જૂનના ચારપાંચ દિવસમાં જ આખા મહિનાનો વરસાદ, સરેરાશ ઓળંગી
Published on: 02nd July, 2025

મુંબઈમાં ચોમાસું વહેલું શરૂ થયું હોવા છતાં વરસાદની ચિંતા હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે વરસાદનો આંકડો વધ્યો છે. મુંબઈમાં જૂન મહિનાની એવરેજ ઓળંગાઈ છે. શહેરમાં એવરેજ કરતા 49.7 mm વધારે વરસાદ નોંધાયો છે. અમુક દિવસોમાં પડેલા વરસાદે જૂનની એવરેજ વટાવી દીધી છે. આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વર્ષે મુંબઈમાં ઉનાળો તીવ્ર હતો અને તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. 15 જૂન પછી વરસાદે જોર પકડ્યું, અને ડેમના વિસ્તારોમાં પણ વરસાદ થયો. જૂનમાં અનિયમિત વરસાદ છતાં એવરેજ આંકડો પાર થયો છે.