નવસારીમાં શનિવારે સરેરાશ એક ઇંચ વરસાદ પડતા નદી-નાળા છલકાયા
નવસારીમાં શનિવારે સરેરાશ એક ઇંચ વરસાદ પડતા નદી-નાળા છલકાયા
Published on: 29th June, 2025

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે આખો દિવસ વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા. જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં નવસારી અને ખેરગામમાં સૌથી વધુ 30 mm વરસાદ પડ્યો હતો. ભેજને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રસ્તા પર પણ પાણી ભરાયું હતું.