દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો, 5 માછીમાર ગુમ
દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો, 5 માછીમાર ગુમ
Published on: 28th June, 2025

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું જોરદાર રહેશે. આવતીકાલ માટે 11 જિલ્લામાં Orange અને Yellow alert જાહેર કરાયા છે, જેમાં કચ્છમાં ભારે વરસાદ માટે Orange alert અને અન્ય જિલ્લાઓમાં Yellow alert છે. દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે, જ્યાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. પોરબંદરમાં પાંચ માછીમારો ગુમ થયા છે, જ્યારે નર્મદાનો ચોપડવાવ ચેક ડેમ છલકાયો છે. અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના ઝરવાણી ધોધ અને મકાઈ ધોધ ફરી વહેતા થતાં પ્રકૃતિ ખીલી ઉઠી છે.