જાણો PM મોદીના 5 દેશોના વિદેશ પ્રવાસ વિશે
Published on: 01st July, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 10 જુલાઈ દરમિયાન ઘાણા, ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમ્યાન પીએમ મોદી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, આર્થિક સહયોગ વધારવા અને વ્યૂહનૈતિક સહભાગિતાના નવા માર્ગો શોધવા પર ભાર આપશે. ઘાણા અને ત્રિનિદાદમાં ભારતીય મૂળના લોકોના સંસ્કૃતિક જોડાણોને મજબૂત કરવામાં આવશે, જયારે આર્જેન્ટિના અને બ્રાઝિલમાં મુખ્યત્વે લિથિયમ, કૃષિ, ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારીની ચર્ચા થશે. બ્રાઝિલમાં BRICS સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર નેતાઓ સાથે બેઠક થશે. નામિબિયા સાથેના સંબંધો પણ વેપાર અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.