ફાયર સેફ્ટીના ઉલ્લંઘનને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમનો વીજ પુરવઠો કાપી નખાયો: KSCA પાસે જરૂરી સલામતી પ્રમાણપત્ર નથી, RCBની જીતના સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા
ફાયર સેફ્ટીના ઉલ્લંઘનને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમનો વીજ પુરવઠો કાપી નખાયો: KSCA પાસે જરૂરી સલામતી પ્રમાણપત્ર નથી, RCBની જીતના સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા
Published on: 01st July, 2025

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવા બદલ બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (BESCOM)એ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમનો વીજ પુરવઠો કાપી નાખ્યો છે. ફાયર વિભાગે BESCOMને પત્ર લખીને આ બાબતે જાણ કરી હતી. અગાઉ, KSCAને ફાયર સેફ્ટીના પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કોઈ સુધારા કર્યા ન હતા. આ વર્ષે IPL મેચ દરમિયાન પણ ફાયર સેફ્ટી ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. RCBની વિનિંગ પરેડ દરમિયાન ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. જ્યાં સુધી સ્ટેડિયમને સેફ્ટી સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી વીજ પુરવઠો બંધ રહેશે.