રોડ પર અનેક ગાબડાં પડ્યાં:લૂખાવાડા-મછેલાઈ 2.90 કિમીનો રોડ માત્ર 2 મહિમાં તૂટ્યો
રોડ પર અનેક ગાબડાં પડ્યાં:લૂખાવાડા-મછેલાઈ 2.90 કિમીનો રોડ માત્ર 2 મહિમાં તૂટ્યો
Published on: 29th June, 2025

દાહોદ જિલ્લામાં લુખાવાડાથી મછેલાઈ ચોકડી સુધીનો 2.90 KMનો રોડ બે મહિનામાં જ તૂટી ગયો છે. રસ્તા પરના ત્રણેય નાળાં વરસાદમાં તૂટી ગયા છે, જેમાં મજબૂતાઈનો અભાવ છે. રોડ પર ગાબડાં પડ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરાયું છે અને સરકારી કર્મચારીઓએ યોગ્ય દેખરેખ રાખી નથી. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સરકારે કરેલા કરોડો રૂપિયાના ખર્ચનો દુરુપયોગ થયો છે. કોન્ટ્રાક્ટર અને સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને અકસ્માતો થવાની સંભાવના છે. આથી આવા કોન્ટ્રાક્ટરોને BLACKLIST કરી રિકવરી કરવી જોઈએ.