બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો
બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો
Published on: 02nd July, 2025

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) RCB ને જવાબદાર ઠેરવ્યું છે. CATએ કહ્યું કે, ‘આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું. જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે ભગવાન કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.