મનસુખ સાગઠીયા સામે ગુનો નોંધવા EDએ RMC પાસે મંજૂરી માગી: સ્ટેન્ડિંગ કમિટી મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપશે
મનસુખ સાગઠીયા સામે ગુનો નોંધવા EDએ RMC પાસે મંજૂરી માગી: સ્ટેન્ડિંગ કમિટી મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપશે
Published on: 02nd July, 2025

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી, RMCના તત્કાલીન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધશે, કારણ કે EDએ RMC પાસે ગુનો દાખલ કરવાની મંજૂરી માંગી છે. સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી, મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં મુકાશે. EDએ મની લોન્ડરિંગ હેઠળ તપાસ હાથ ધરી છે, જેમાં સાગઠિયાની રૂ. 21 કરોડની મિલકતો જપ્ત કરાઈ છે. ACB તપાસમાં સાગઠિયાની આવક કરતા 628.42% વધુ અપ્રમાણસર મિલકત હોવાનું જણાયું છે. આ કેસમાં તેમની સામે ત્રણ ફોજદારી કેસ નોંધાયા છે અને તેઓ હાલમાં રાજકોટ જેલમાં બંધ છે.