બાર્બાડોસમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 159 રનથી હરાવ્યું: હેઝલવુડે મેચમાં 7 વિકેટ લીધી; હેડે બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી
બાર્બાડોસમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 159 રનથી હરાવ્યું: હેઝલવુડે મેચમાં 7 વિકેટ લીધી; હેડે બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી
Published on: 28th June, 2025

બાર્બાડોસમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને 159 રનથી હરાવ્યું. જોશ હેઝલવુડની 5 વિકેટે વેસ્ટ ઇન્ડીઝને 141 રનમાં ઓલઆઉટ કર્યું. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 310 રન બનાવ્યા. ટ્રેવિસ હેડે બંને દાવમાં અડધી સદી ફટકારી અને તે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર થયો. વેસ્ટ ઇન્ડીઝના શમર જોસેફે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગમાં 190 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ કેરેબિયન ટીમને 301 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ 141 રનમાં ઓલઆઉટ થઈ ગયું.