દમણમાં ચાલુ રિક્ષાએ સ્કેટિંગ કરતા 2 યુવકનો જોખમી સ્ટંટ
દમણમાં ચાલુ રિક્ષાએ સ્કેટિંગ કરતા 2 યુવકનો જોખમી સ્ટંટ
Published on: 29th June, 2025

દમણમાં બે યુવકોએ જાહેર માર્ગ પર ખતરનાક સ્ટંટ કર્યા જેનો વીડિયો વાયરલ થયો છે. યુવકો સ્કેટ્સ પહેરી રિક્ષાની બંને બાજુ લટકીને સ્ટંટ કરતા હતા. આ ઘટનાનો વીડિયો ભાજપ મીડિયા સંયોજક માજીદ લાઘાણીએ બનાવ્યો હતો. આવા સ્ટંટથી લોકોની સલામતી જોખમાય છે. દમણ પોલીસે CCTV કેમેરા લગાવ્યા હોવા છતાં આ સ્ટંટ થયો. પોલીસે તપાસ શરૂ કરી છે અને સ્ટંટ કરનાર યુવકોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એડવાઇઝરી પણ બહાર પાડીને પર્યટક સ્થળો પર જોખમી સ્ટંટ ન કરવા સૂચના આપી છે.