બંધારણના આમુખમાંથી 'સમાજવાદ' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ હટાવવા આસામના CMની અપીલ
બંધારણના આમુખમાંથી 'સમાજવાદ' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ હટાવવા આસામના CMની અપીલ
Published on: 28th June, 2025

આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વાસ શર્મા એ બંધારણના આમુખમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષ શબ્દો દૂર કરવાની અપીલ કરી છે. ભાજપના નેતાઓ દ્વારા સંઘને કરવામાં આવેલી આ અપીલ વચ્ચે, મુખ્યમંત્રી શર્માએ ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસ પર નિશાનો સાધતા આ વાત કરી. તેમણે કહ્યું કે ઇમરજન્સી વખતે બંધારણમાં ઉમેરવામાં આવેલા આ શબ્દોને હટાવી દેવા જોઈએ અને કટોકટીના તમામ વારસાને દૂર કરવાનો આ યોગ્ય સમય છે. 'The Emergency Diaries' પુસ્તકના વિમોચન વખતે તેમણે આ અપીલ કરી હતી.