IPS પરાગ જૈન બન્યા RAWના નવા બોસ: ઓપરેશન સિંદૂરમાં મોટી ભૂમિકા ભજવી હતી, 1 જુલાઈથી કાર્યભાર સંભાળશે, બે વર્ષનો કાર્યકાળ રહેશે
IPS પરાગ જૈન બન્યા RAWના નવા બોસ: ઓપરેશન સિંદૂરમાં મોટી ભૂમિકા ભજવી હતી, 1 જુલાઈથી કાર્યભાર સંભાળશે, બે વર્ષનો કાર્યકાળ રહેશે
Published on: 28th June, 2025

ભારત સરકારે 1989 બેચના IPS પરાગ જૈનને RAWના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રવિ સિંહાનું સ્થાન લેશે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. પરાગ લાંબા સમયથી RAW સાથે સંકળાયેલા છે અને ભૂતપૂર્વ RAW ચીફ સામંત ગોયલ સાથે કામ કર્યું છે. તેઓ પાકિસ્તાન ડેસ્ક સંભાળી રહ્યા છે અને કલમ 370 હટાવવા અને બાલાકોટ એરસ્ટ્રાઇક જેવા મહત્વપૂર્ણ મિશન પર કામ કર્યું છે. પરાગ એવિએશન રિસર્ચ સેન્ટર (ARC)ના વડા પણ છે. રવિ સિંહા 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સી RAWની સ્થાપના 1968માં થઈ હતી અને તેના પહેલા વડા આર.એન. કાવ હતા.