VIDEO: સિંહને ચિડવતા યુવકનો હુમલાનો પ્રયાસ, વન વિભાગ દ્વારા લોકેશન શોધવા તપાસ શરૂ.
VIDEO: સિંહને ચિડવતા યુવકનો હુમલાનો પ્રયાસ, વન વિભાગ દ્વારા લોકેશન શોધવા તપાસ શરૂ.
Published on: 04th August, 2025

સૌરાષ્ટ્રમાં સિંહની પજવણી કરતો VIDEO વાયરલ થયો છે. યુવક શિકાર પાસે જઈ સિંહને ચિડવે છે, જેથી સિંહ હુમલાનો પ્રયાસ કરે છે. લીલીછમ વનસ્પતિ વચ્ચે યુવક VIDEO ઉતારે છે. વન વિભાગે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે. આ ઘટના સૌરાષ્ટ્રના રેવન્યુ વિસ્તારમાં બની હોવાનું અનુમાન છે. પાલીતાણા-શેત્રુંજી અથવા ધારી ગીર પૂર્વ ડિવિઝન વિસ્તારનો હોઈ શકે છે. અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં તપાસ ચાલુ છે.